સમી સાંજે

વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે
દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે

વાગોળતા એ વીત્યો દિન કેવો આજ
ને વળી વિતશે દિન કેવો કાલ,
કાલની તો કોને ખબર ભાઈ?
વીતી ઘડી આજની રળિયામણી ભાઈ.

મહેર મોટી કુદરતની એ પંખીડા પર ભાઈ,
કેવી વહેતી સરલ ને સહજ જીંદગાની
ન ઝાઝી તૃષા ન ભુખ, કલ્લોલતા ભરીને,
ઊંચી ઉડાણ ગગન ભણી વહેતા સમીર સંગ.

ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતિ સમી સાંજે
જીંદગાની ની સફરનો ઉતારતા થાક સમી સાંજે.

વાયા વર્ષોના વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી
હતા એ દિવસો યૌવનના તરવરાટથી ભરેલા
હતી હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો
મિલાવી હાથમાં હાથ,બસ વધ્યા આગળ સફરમાં.

જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માત-પિતાની
ને દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે
થયો આત્મ સંતોષ, ખરા ઉતર્યાં એ બાળુડાં દિપાવી નામ.

બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
રહે સાથ અમારો સદા આમ પુરક બની જીવનની સમી સાંજે.

શૈલા મુન્શા. તા. ૧૨/૦૩/૧૦

This entry was posted in poems. Bookmark the permalink.

One Response to સમી સાંજે

 1. NAVIN BANKER says:

  રહે સદા સાથ તમારો આમ પુરક બની જીવનની સમી સાંજે, એજ અમારી શુભેચ્છા..
  પણ…આવું કહેવા માટે તમે ઘણા વહેલા છો.. જીવનની સમી સાંજ ક્યાં છે તમારે હજી ?
  તમે તો બન્ને હજુ ભરયુવાનીમાં છો.
  શૈલાબેન, જેમ જેમ તમારા કાવ્યો વાંચું છું તેમ તેમ તમારે માટે મારા મનમાં
  માનની લાગણી વિકસતી જાય છે. યુ આર ગ્રેટ હ્યુમન-બીઈંગ…
  તમારું આ કાવ્ય મારા અંગત કલેક્શનમાં મુકું છું.
  નવીન બેન્કર ( ૬ ઓગસ્ટ ૨૦૧૧)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s