એમી-૫

અમારી નાનકડી અને નટખટ એમીને તો તમે બધા ઓળખો જ છો. પોતાનુ ધાર્યું કરાવવામાં એ ખુબ ઉસ્તાદ છે. હમણા સુધી તો અમારા ક્લાસમા સાત છોકરાઓ વચ્ચે એમી એક જ છોકરી હતી, પણ આ વર્ષે એક નવી છોકરી લેસ્લી આવી.
લેસ્લી થોડી શાંત અને ધીમી ગતિએ બધું કરવા વાળી. એમી ને તો જાણે કોઇ એના સામ્રાજ્ય મા ભાગ પડાવવા આવ્યું હોય એવું લાગ્યું. લેસ્લી જાણે ગયા ભવની દુશ્મન હોય એમ કશું લેસ્લીને કરવા ના દે. રમતના મેદાનમાં લેસ્લીએ લસરપટ્ટી પર નહિ રમવાનુ. ક્લાસમાં એમીને જે ખુરશી પર લેસ્લી બેસતી હોય તે જ જોઈએ. લેસ્લી જે વાર્તાની ચોપડી હાથમાં લે એ જ એમીને જોઈએ. ક્લાસના કોમ્પ્યુટર પર લેસ્લીએ નહિ બેસવાનુ વગેરે વગેરે. લેસ્લી શાંત એટલે એમીની દાદાગીરી ચાલે, પણ આજે તો એમી એ હદ કરી.
બપોરના અમે બધા બાળકોને એક કલાક માટે સુવાડી દઈએ. બધાની પોતાની નાનકડી મેટ હોય અને ઓઢવાનુ. જ્યારે સુવાનો સમય થયો એટલે એમી પોતાની મેટ લેવાને બદલે લેસ્લીની મેટ લઈને રૂમના એક ખુણા મા મુકી લેસ્લીને કહેવા માંડી ‘તુ અહીંયા સુઈ જા” અને બધા બાળકોને જ્યાં સુવાડીએ ત્યાં વચ્ચે કમર પર હાથ મુકીને કહેવા માંડી “અહીંયા નહિ”. ચાર વર્ષની એમી, પણ એની અદા જોઈને એક બાજુ હસવું આવે અને બીજી બાજુ એની દાદાગીરી જોઈને એને કેમ સમજાવવી એની વિમાસણ.
ખરે જ દુનિયાદારી થી અજ્ઞાત અને બેખબર એવા નાનકડા બાળકોમા પણ માલિકીપણા ની ભાવના કેવી સહજપણે પ્રગટ થતી હોય છે. એમીને થોડા પ્રેમથી અને થોડી સખતાઈથી સમજાવીને લેસ્લીની મિત્ર બનાવી. કાલે પણ આ મિત્રાચારી ચાલુ રહે એ જોવાનુ.

શૈલા મુન્શા તા. ૧૧/૩૦/૧૦

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s