રોહન

ચાર વર્ષનો રોહન પોલીસ ઓફીસર નો દિકરો.ઘરમા સહુનો ખુબ લાડકો. માબાપ ખુબ લાડ લડાવે, ખુબ ચોક્ખો અને સુઘડ બાળક. પહેલો દિવસ મમ્મી ને પપ્પા બન્ને એને સ્કુલમા મુકવા આવ્યા. જાતજાતની સુચના મમ્મી તરફથી અમને મળી, એ શું ખાય છે, શું એને ભાવે છે વગેરે વગેરે. મમ્મી પપ્પા ગયા ને રોહનભાઈએ રડવાનુ ચાલુ કરી દીધું. પહેલીવાર એ અજાણ્યા બાળકો વચ્ચે હતો. ધીરે ધીરે એ ટેવાતો ગયો અને એને મજા પડવા માંડી. રોહનને એક નાનકડી બહેન છે એમીલી. અમારા ક્લાસમા પણ એક એમી છે. રોહન જાણે એનો પણ મોટો ભાઈ હોય તેમ એમી કાંઈક ધમાલ કરે તો હજી અમે એમીને બસવાનુ કહીએ તે પહેલા રોહન કડક અવાજે કહે “એમી બેસી જા”
આજે તો ખરી મજા આવી. ક્લાસમા અમે જુદા જુદા વિભાગ પાડ્યા છે જ્યાં બાળકો પોતાનુ કામ પતાવીને રમી શકે. બધા બાળકો પોતાની રમત પ્રવૃતિમા મશગુલ હતા પણ એમી બધાને હેરાન કરતી હતી, અચાનક રોહન રમતા રમતા ઊભો થઈને બે હાથ કમ્મર પર રાખીને એકદમ મીસ મેરી ની જેમ નકલ કરતો કહેવા માંડ્યો “એમી ૧ ૨ ૩ જા જઈને પેલા ખુણા મા બેસી જા, બિલકુલ ઊભા નથી થવાનુ” હું ને મેરી તો જોતા જ રહી ગયા કે ક્યાં થોડા દિવસ પહેલા નો રોહન ને ક્યાં આજનો રોહન.

શૈલા મુન્શા તા.૦૪/૧૩/૨૦૧૦

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s