એશલી-૧

પાંચ વર્ષની એશલી દેખાવે ખુબ સુંદર.ચહેરાનો ઘાટ એવો સરસ કે ભલભલી મોડેલોને ઝાંખી પાડે. ભગવાને બધું આપ્યું પણ મગજની પાટી કોરી રાખી, જાણે એકે અક્ષર એના પર મંડાયો નહિ. કોઈ વસ્તુની સમજ નહિ, કશાની અસર નહિ, પડે તો પણ ચહેરા પર વેદનાની નિશાની નહિ. બધા સાથે એને જમવા લઈ ના જવાય, ઝડપ એટલી કે તરાપ મારીને કોઈની પણ થાળી ઝુંટવી લે. બીજી કોઈ વસ્તુની ગતાગમ ભલે ન પડે પણ આંખ એટલી ચકોર કે ક્લાસમા ક્યાંક જો નાસ્તો કે પોપકોર્ન નુ પકેટ પડ્યું હોય તો ઘડીના છઠ્ઠા ભાગમા ત્યાં પહોંચી જાય. કુદરત પણ કમાલ છે દિમાગી હાલત બરાબર ન હોય તોય અને બાલ્ય અવસ્થા હોય તો પણ ભુખ ની સુઝ બધાને પડે છે.
આજે તો ખરી ધમાલ થઈ. બપોરના અમે બાળકો ને નાસ્તો અને જ્યુસ આપતા હોઈએ છીએ. હું મારી કોફી બનાવવા માટે પાંચ મિનીટ બહાર ગઈ અને મેરીએ બાળકો ને પોપકોર્ન અને જ્યુસ આપ્યા, અને એશલી ને ખવડાવવા માટે મારી રાહ જોતી હતી એટલામા ન જાણે કેવી રીતે એશલી એના હાથમા થી છુટી ગઈ પળવારમાં તો પોપકોર્ન નુ આવી બન્યુ. ચારેકોર પોપકોર્ન વેરણછેરણ ને બાળકો ન મોઢા જોવાજેવા.
ઘણીવાર મને વિચાર આવે કે આ નાનકડી બાળકી ના હૈયામાં શું ચાલતું હશે? ન બોલે ન હસે ન રડે ન એક જગ્યાએ બે મિનીટ રહે. શાળાનો સમય પુરો થતાં સુધીમા તો અમે થાકી જઈએ છીએ તો એના મા બાપનુ શું થતુ હશે? ઈશ્વર કેમ આવો ક્રુર થઈ શકતો હશે? કે પછી ખરે પુર્વજન્મની કોઈલેણાદેણી હશે. વિજ્ઞાનની ભાષામા કહીએ તો કોઈ દવાની આડઅસર કે પછી વારસાગત જીન્સમા કોઈ પ્રમાણ ઓછુવત્તું થયું હશે.
જે હોય તે પણ એક વસ્તુની મને ખબર છે જ્યાં સુધી એશલી મારી સાથે છે ત્યાં સુધી મારાથી અપાય એટલો પ્રેમ હું જરૂર એને આપીશ.

શૈલા મુન્શા તા. ૦૪/૦૯/૨૦૧૦

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.