ધબકે છે

કોઈ રાહ બની, તો કોઈ રાઝ બની ધબકે છે.
સમજો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે.

કોઈ નિરાધાર, તો બને વળી કોઇ આધાર,
કોણ જાણે કોણ કોની હામ બની ધબકે છે.

ભબુકતો જ્વાળામુખી ભીતર, ને સપાટી સમતલ,
ઠારવા અગન, કોણ અમીધાર બની ધબકે છે.

વહોરાય કરવતે વૃક્ષ, ને વહોરાય શબદે માનવી!
ચીરીને છાતી ધરાની કોણ કુમાશ બની ધબકે છે.

માનો તો સંગીત નહિતર કોલાહલ આ જીવન,
જમનાને તીર કોણ બંસરીના સુર બની ધબકે છે.

પામર થી પરમ તત્વને પામવા ઝુઝે માનવી!
ક્યાંક, જીવ મહીં ઈશ આતમ બની ધબકે છે.

શૈલા મુન્શા. તા ૦૬/૨૭/૨૦૧૧.

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

3 Responses to ધબકે છે

 1. Shrikant Desai says:

  Dear Shaila,
  This is the best yet coming from your pen. The old images die hard. But some images are novel. On the whole, this poem is the best. Keep up the good work.
  Shrikant

  Like

 2. Rupal Shah says:

  Nice poem. Loved it. Kavita vanchi hraday dhabake Chhe.
  Love, Rupal

  Like

 3. સુંદર અભિવ્યક્તિ…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s