બ્રેન્ડન-૨

બ્રેન્ડન જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. મા બાપ બન્ને બહેરા મુંગા પણ બ્રેન્ડન સાંભળી શકતો. વાચા પુરી ખુલી નહોતી. ઉમરના પ્રમાણ મા નાનો લાગે પણ ગોરો ચિટ્ટો અને હસતો ચહેરો. બધા સાથે હળી મળી જાય, પરાણે વહાલો લાગે એવો. જોત જોતામાં તો સ્કુલ મા બધાનો લાડકો થઈ ગયો.
રોજની અમારી મહેનત ના કારણે ધીરે ધીરે પોતાની જાતે કોમ્પ્યુટર પર બાળકોના પ્રોગ્રામ જેવા કે http://www.starfall.com, pbskids વગેરે ક્લીક કરતો થઈ ગયો. બાળકોની નકલ કરવાની આદત બધે સરખી જ હોય છે. એમા બ્રેન્ડન પણ બાકાત નહોતો.
સારી વસ્તુની સાથે ધમાલિયા સેસાર અને જમાદાર એમીની સાથે રહી એ ભાઈસાબ પણ તોફાન કરતા શિખ્યા. પહેલા તો રમતના મેદાનમા જ્યારે બાળકોને લઈ જઈએ અને બ્રેન્ડન લસરપટ્ટી પર હોય તો એક જ બુમે તરત અમારી પાસે આવી જાય પણ હવે જેવો ક્લાસમા જવાનો વખત થાય અને અમે બધાને બોલાવવાના શરૂ કરીએ એટલે એ ભાઈસાબ સંતાઈ જાય અને ઘણીવાર તો અમને એની પાછળ દોડાવે. ક્લાસમા રમાડતા હોઈએ અને પછી ભણવાના ટેબલ પાસે બોલાવીએ તો જાણે સાંભળ્યું જ નથી એમ ચાળા કરે
આવો નટખટ અમારો બ્રેન્ડન આજે અમને છોડીને જાય છે. નોકરી અર્થે માબાપે બીજા શહેરમાં જવાનુ નક્કી કર્યું અને બ્રેન્ડન ને અમારાથી વિખુટા પડવાનુ થયું. જેટલાને ખબર પડી એટલા બધા એને મળવા ખાસ ક્લાસમા આવ્યાં ને બ્રેન્ડન પણ બધાને વહાલથી ભેટ્યો. અમારા P.E. (Physical Education) ના સર પોતે ઊંચા તાડ જેવા, એની પાસે તો બ્રેન્ડન નાનકડા ગલુડિયાં જેવો લાગે. જ્યારે પણ એ બ્રેન્ડન ને જુવે કે ઊંચકી લે. બધાને દુઃખ થયું.
આ દેશની ખાસિયત છે લોકો ગમે ત્યારે ગમે ત્યાં મુવ થતા રહે અને બાળકો પણ એમની સાથે ફરતાં રહે એટલે જ કદાચ બધા દિલ ને બદલે દિમાગથી વધુ કામ લેતા હોય છે.
“Be prectical” એ અહીંયા નો જીવનમંત્ર છે.

શૈલા મુન્શા. તા. ૦૫/૩૧/૨૦૧૧.

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to બ્રેન્ડન-૨

  1. Prashant munshaw says:

    સંવેદના અને સાધનોની પસંદગી વચ્ચેની ખૂબજ સૂષ્મ રેખાનુ હ્રદય સ્પર્શી હેત અને પ્રેમ દર્શાવતુ હકીકત સભર આલેખન અને અવલોકન.
    પ્રશાંત

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s