શબ્દ

શબ્દ ને મૌન હોય એમ પણ બને
અને વળી શબ્દથી કોઈ ઘવાય,
એમ પણ બને.

શબ્દની માયાજાળ અનોખી
કોઈને તારે, કોઈને ડુબાડે,
કોઈને હસાવે, કોઈને રડાવે
એ ખુબી શબ્દની.

પહોંચે માનવી ઉન્નતિના શિખરે
બસ એક શબ્દ થકી,
અને વળી એજ શબ્દ બને
સીડી પતન કેરી.

છૂટ્યું તીર કમાનથી વળે ન પાછું,
ન વળે પાછો શબ્દ છૂટ્યો જે જબાનથી
ઘડી સોચે ઘડી થોભે જો માનવી બોલતા પહેલા,
ન રહે કોઈ વેરઝેર, ના કોઈ લડાઈ જગમા.

કદી બને એવું, બને શબ્દ નિઃશબ્દ
સાથ જો હો પ્રિયજન તો
બસ બોલતી રહે આંખો અને
મૌન બને શબ્દ.

શૈલા મુન્શા. ૨/૧૧/૨૦૦૯

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

One Response to શબ્દ

 1. ભરત ચૌહાણ says:

  તું લખ લખ કરે છે, તેમાં ન લખાયેલ શબ્દ છું,
  વાંચ્યો તમે પત્ર, તેમાં ન સંબોધાયેલ શબ્દ છું.

  લોકજીભે અહીં તહીં સતત વહ્યા કરું છું,
  માણસની પોલ ખોલવામાં માહીર એ શબ્દ છું.

  કાવ્યપઠન સાંભળો ભરત ચૌહાણના અવાજમાં

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s