હકીકત

હકીકત અને વાતોમા કેટલો ફરક હોય છે એનો અનુભવ મને કાલે થયો. કોઈ વસ્તુ ટીવી કે સીનેમા ના પરદા પર જોઈએ કે કોઈ દશ્ય વિશે પુસ્તકમા વાંચીએ અને રૂબરૂ જોઈએ એમા કેટલો તફાવત હોય છે.
ઘણી વાર આપણે ટીવી કે સીનેમા મા પોલીસ કોઈની પાછળ પડે કોઈ દાણચોરની ગાડી અટકાવે, સામે બંદુક તાણીને ઊભા રહે એવું જોતા હોઈએ છીએ. જોઈને બે ઘડી થોડો રોમાંચ કે ઘડીભર ભયની ધ્રુજારી, પણ તરત ભુલી જઈ આપણા રોજીંદા વ્યવહારમા પરોવાઈ જઈએ.
ગઈકાલની સાંજ મારા માટે એક જીવતી જાગતી હકીકત હતી. સાંજના સાત નો સમય હતો ને હું ફીએસ્ટા ગ્રોસરી સ્ટોરમાથી મારી ગ્રોસરી લઈને બહાર નીકળી ને બધો સામાન ગાડી મા મુકી રહી હતી અચાનક મારી બાજુમાથી પોલીસની સાયરન સંભળાઈ અને હું નજર ફેરવીને જોવું તો પોલીસની ગાડી એક સફેદ ગાડીની પાછળ ધસી આવી. આગળ ની ગાડી જરા આગળ જઈને ઊભી રહી કારણ આગળ જવાનો રસ્તો જ નહોતો. હજી હું મનમા વિચારૂં કે ભાઈ સ્ટોપ સાઈન પર ઊભા નહિ રહ્યા હોય, પણ ત્યાંતો ધડાધડ બીજી બે પોલીસ કાર બે બાજુથી ધસી આવી ને બન્ને ગાડીના ઓફીસર કારને બે બાજુથી ઘેરી વળ્યા હાથમા ગન સાથે. હકીકતમા આવું થતાં મે પહેલી વાર જોયું. ડરના માર્યા મારા તો પગ પાણી પાણી થઈ ગયા. ફટાફટ બધો સામાન ગાડામા નાખી, ગાડીમા બેસી પહેલું કામ ગાડી લોક કરવાનુ કર્યું અને તરત ઘરભેગી થઈ ગઈ.
સાચ્ચે જ આજે મને અનુભવ થયો કે હકીકત અને વાતોમા કેટલો ફરક હોય છે.

શૈલા મુન્શા. તા ૦૫/૧૭/૨૦૧૧.

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to હકીકત

 1. NAVIN BANKER says:

  You are right. I like thriller movies, Violance, Killing,etc.. but when I have to check my diabitis, I afraid of seeing little blood. I can not see operation procedure in films also.
  But if Hero kills some crook on screen, I feel good.
  I can not beat some crook, but if some one beats villian, I feel some sort of satisfaction.
  Navin Banker

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s