પુત્ર દિન

હમણા ૮ મી મે ના દિવસે અમેરિકા અને દુનિયા મા બધે માતૃદિન ઉજવવા મા આવ્યો અને વળી જુન મહિના મા પિતૃદિન પણ ઉજવાશે. ભારત જેવા દેશમા તો બાળકોને રોજ માતૃદેવોઃ ભવઃ ને પિતૃદેવોઃ ભવઃ હોય છે પણ ક્યારેય કોઈને એવો વિચાર ના આવ્યો કે પુત્રદિન પણ ઉજવાય જ્યારે માબાપ પુત્રને પણ એટલા જ પ્રેમથી નવાજે. કોઈ મારી વાત નો ખોટો અર્થ ના કરે. માબાપ ને મન પોતાના સંતાનથી વિશેષ કાંઈ નથી જ નથી. દિકરી તો પરણીને સાસરે જતી રહે પણ દિકરો તો સાથે જ હોય, જો કે આજે પરિસ્થિતી જુદી છે. નોકરી કે વ્યવસાય ના કારણે બધા દેશ પરદેશ રહેતા થઈ ગયા છે.
બાળક અને મા એકબીજા ના અવિભાજ્ય અંગ. મા પોતાના બાળકને સમજી શકે એટલું કોઈ ના સમજી શકે અને દિકરો કે દિકરી પણ માના દિલને સમજે એટલું કોઈ ના સમજે. દિકરો મોટો થાય અને એનો પ્રેમ વહેંચાય એનો અર્થ એ નથી કે એ માબાપથી દુર થાય છે પણ ઘણીવાર માબાપ ની જ અપેક્ષા વધી જાય છે. તેઓ માનવા તૈયાર નથી કે દિકરો મોટો થયો, પોતાની જવાબદારી સમજતો થયો, એને હજી પણ પોતાની રીતે જ જીવાડવા માંગે છે અને જો ધાર્યું ના થાય તો વાંક દિકરાનો નીકળે છે. નવી વહુ ઘરમા આવે એના પણ કાંઈ ઓરતા હોય, વિચાર ફેર હોય આ બધા વચ્ચે એક દિકરા ને જ સંતુલન રાખવું પડે છે. દર વખતે દિકરા નો જ વાંક હોતો નથી. ક્યારેક એવું પણે બને છે કે એની જરૂરિયાત એની માંદગી વખતે એ ઇચ્છે કે માનો હાથ મારા માથે હોય પણ મા પહોંચી ના શકે એ વેદના મા ને દિકરા સિવાય કોઈ સમજી ના શકે.
દિકરાને પાસે રહી કે દુર રહી એજ પ્રેમ સતત આપતા રહેવાની એક રીત આપણે પુત્ર દિન પણ ઉજવીએ અને એના પ્રેમ ને નવાજીએ. દિકરો પણ આખર એ જ તો ઈચ્છે છે. નાનકડાં બે શબ્દો બધા બંધનો ની કડી મજબુત કરે છે.

શૈલા મુન્શા. તા૦૫/૧૨/૨૦૧૧.

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

4 Responses to પુત્ર દિન

 1. hemapatel says:

  માતા- પિતા પુત્ર પ્રેમ બતાવી શકે છે ,સંતાનો જ માતા પિતા માટે સર્વસ્વ છે, એજ એમની
  દુનિયા છે. સંતાનો સુખી તો મા બાપ સુખી ,સંતાનો દુખી તો મા બાપ દુખી આમ સંતાનોની
  આસપાસ જ તેમનુ જીવન તેમની દુનિયા હોય છે .અને માતા-પિતાએ જન્મ આપ્યો એ બહુ
  મોટી વાત છે કોઈ તે રૂણ ઉતારવા માગે તો ઉતરી ન શકે .સંતાનો માતા-પિતાને સન્માન
  આપે છે .ખાસ દિવસ ઉજવીને- મનાવીને માતા-પિતાને પ્રેમ ,સન્માન ઈજ્જ્ત ,દિલને ખુશી
  આદર સત્કાર આપવા માગે છે .જ્યારે માતા-પિતા સંતાનોને વગર માગે બધુ જ અર્પણ કરે છે .
  ભારતીય શાસ્ત્રો પ્રમાણે તો मातृ देवो भव , पितृ देवो भव માતા-પિતાને ભગવાનનો
  દરજ્જો આપેલ છે . અને માતા-પિતા ખરેખર સન્માનીય છે ,પૂજનીય છે .ગીતા હોય કે
  બાયબલ કે કુરાન એક્જ સંદેસ આપે છે .એકજ ઉપદેશ છે, માતા-પિતા ભગવાન સમાન છે.
  માતા-પિતા પુત્રને અનહદ પ્રેમ કરે છે , અને આ પ્રેમમાંજ તેનો આદર સત્કાર થાય છે .
  માતા-પિતા દરરોજ પુત્ર દિન મનાવે છે .માતા-પિતાને પુત્ર પ્રેમ માટે , પુત્ર દિન માટે
  ખાસ દિવસની જરૂર છે જ નહી . મને લાગે છે એટલા માટે પુત્ર દિન મનાવવામાં નહી
  આવતો હોય એવુ લાગે છે .( માતા-પિતા ભગવાન સમાન છે .)

  Like

 2. pravina says:

  સાવ સાચી વાત છે. પુત્ર અને માતાનો સંબંધ એવો છે જે શબ્દમાં વર્ણવી ન શકાય. પુત્ર અને પુત્રી બંને આવી જાય. અરે, જે બાળકને માતાએ ગર્ભમાં “નવ” મહિના પ્યાર અને જતનથી
  પોષ્યું હોય તેને માટે લાગણી ૨૪ કલાક અવિરત વહેતી હોય છે.
  બાળક માટે ખાસ દિવસ, દરરોજ સવારના ઉગતા સૂરજનું આગમન.

  Like

 3. Samit Munshaw says:

  Thank you soooo much… its very very well written… keep it on and keep writing……

  Thanks,

  Like

 4. Navin Banker says:

  Very Good.

  Navin Banker

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s