અલગ વાત છે

હોઠ હસે પણ ભીતર હૈયું ચુપ તે અલગ વાત છે
શબ્દ તો નીકળે, વાચા મૌન તે તો અલગ વાત છે.

ગગન ગોરંભાય, વાદળ ગરજી ને વિખરાય
વ્યાકુળ ચાતક તરસે બુંદ, તે તો અલગ વાત છે.

પનિહારી પનઘટ ને ઘાટ, નિહાળતી પિયુની વાટ
ના દુર દુર ઊડતી કોઈ ડમરી, તે તો અલગ વાત છે.

આવતી જોઇ વિપદા,સહુ શાહમૃગ ખોસે શિર રેત મહીં
ડણક એક સાવજની ધ્રુજાવે જંગલ તે તો અલગ વાત છે.

જનમ મરણ સહુ પ્રભુને હાથ સ્વીકારે સહુ નત મસ્તકે
એક સાવિત્રી લાવે સત્યવાન પાછો, તે તો અલગ વાત છે.

એક લસરકે બદલાય ફલક તે અલગ વાત છે
કોઈ ચિત્રકાર પીંછી ન પકડે, તે તો અલગ વાત છે.

શૈલા મુન્શા. તા. ૦૪/૨૬/૨૦૧૧

This entry was posted in poems. Bookmark the permalink.

5 Responses to અલગ વાત છે

 1. Shrikant Desai says:

  Beautiful. Now you have matured. when silence takes front seat then a person has matured. Your poetry has also reached that level. Keep writing but only when cyou have something new and worthwhile. Never repeat usual simplistic images.

  Like

 2. Rupal Shah says:

  Very very nice.

  Love, Rupal

  Like

 3. Prashant Munshaw says:

  ખુબજ ગહન અને સુન્દર વિચાર, ખુબજ ગમ્યુ.
  “હોઠ હસે પણ ભીતર હૈયું ચુપ તે અલગ વાત છે
  શબ્દ તો નીકળે, વાચા મૌન તે તો અલગ વાત છે”.
  દરેક શબ્દો વારંવાર મમળાવાવનુ મન થાય એ તો અલગ વાત છે.તારી સહુ વાતો પણ અલગ વાત છે.
  પ્રશાન્ત મુન્શા

  Like

 4. devikadhruva says:

  સરસ જુદા જુદા ભાવો.
  “જનમ મરણ સહુ પ્રભુને હાથ સ્વીકારે સહુ નત મસ્તકે
  એક સાવિત્રી લાવે સત્યવાન પાછો, તે તો અલગ વાત છે.”
  ગમ્યુ.
  રદીફ-કાફિયા સુધી પહોંચાયુ. હવે છંદમાં ઢળો તો અલગ વાત બની જાય !
  keep it up.

  Like

 5. vibhuti says:

  BHABHI, U WRITE SUCH A BEAUTIFUL PIECE OF WORK. I . GLAD 2 READ.CONGRETS. KEEP WRITING. HAPPY WRITING.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s