એમી-૭

અમારી ચપળ અને ચબરાક એમી ને તો તમે સહુ ઓળખો જ છો.ક્યાંથી વાત પકડી લે તેનો કોઇ ભરોસો નહી.
હમણા ક્લાસમા અમે બાળકો ને ઈમરજન્સીમા શું કરવાનુ તેના પાઠ શિખવાડીએ છીએ.આગ લાગે તો શું કરવાનુ,બહુ વરસાદ પડે અને પાણી ભરાઈ જાય તો શું કરવાનુ વગેરે વગેરે.
દુનિયામા બધે આવી બધી સેવા માટે ખાસ ઈમરજન્સી ફોન નંબર હોય છે. અહીં અમેરિકામાં ૯૧૧ નંબર છે. બાળકો પાસે અમે સરસ મજાનો જાડા પેપર પર ફોન બનાવડાવ્યો, જાણે મોબાઈલ ફોન લાગે. બધા નંબર અને કોલ બટન બધું જ. સાથે એના ગીતની સીડી પણ ખરી.
આજે બપોરે અમે એ રમત રમતા હતા અને એક બાજુ સીડી વાગતી હતી. બાળકો જાણે સાચે જ ૯૧૧ ડાયલ કરતાં હોય એવો અભિનય કરતાં હતા અને અચાનક એમી બોલી ઉઠી મીસ મુન્શા મારે “I-phon” જોઈએ છે. હું ને મેરી તો જોતા જ રહી ગયા. દુનિયા કેટલી ઝડપથી આગળ વધી રહી છે કે આટલાં નાના બાળકો ને પણ “I-phon” એટલે શું તે ખબર છે.
એમી ની ચબરાકી જોઈને મે મેરી ને કહ્યું કે આપણે આ બાળકોને ૯૧૧ ડાયલ ઈમરજન્સી મા કરવાનુ શીખવાડીએ છીએ પણ આ મારા બેટા હાથમાં મા બાપનો મોબાઈલ ફોન આવતાં ની સાથે ગમે ત્યારે ૯૧૧ ડાયલ કરી ને પોલીસ બોલાવી દે એમ છે.
બાળકો સામે બોલતાં બહુ ધ્યાન રાખવું પડે અને શીખવેલી વસ્તુનો સાચો ઉપયોગ થાય તેનુ પણ ધ્યાન રાખવું પડે., નહિ તો અર્થનો અનર્થ થતાં વાર લાગે નહિ.

શૈલા મુન્શા તા. ૦૩/૩૦/૨૦૧૧

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to એમી-૭

  1. pravina says:

    આાજ કાલના બાળકોને કાંઈ પણ નવું શિખવાડતાં પહેલાં વિચાર કરવો.
    તેથી જ્તો અભિમન્યુ માના ગર્ભમાં ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાનું શીખીને આવ્યો હતો
    તેમાં તથ્ય લાગે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s