કુદરત નો હાહાકાર, વાચા બને મૌન,
સ્થળ બને જળ, વાચા બને મૌન.
આંખના ઝરોખે ખાલીપો, વાચા બને મૌન,
ફેલાતી હથેળી નિઃસહાય, વાચા બને મૌન.
ધરતીને પેટાળ ભૂકંપ, વાચા બને મૌન,
મધદરિયે કાલિનાગનુ મંથન, વાચા બને મૌન
ક્ષણમા વિનાશ ને નષ્ટ નગર, વાચા બને મૌન
ખંડેર મહિં ઊભું એક બાળ, વાચા બને મૌન
માનવનુ વિજ્ઞાન ફેલાવતું ઝેર હવા મહીં,
કરી બુધ્ધિનો ઉપયોગ ભીડે બાથ એ નાદાન,
કોણ જાણે કોની ભુલ ને કોણ પામે સજા
બને જ્ઞાન સંહારનુ કારણ, વાચા બને મૌન.
શૈલા મુન્શા. તા. ૦૩/૧૮/૨૦૧૧. તાજેતરમા જાપાનમા થયેલ ભૂકંપ ની વ્યથા અને એમની સહનશીલતા ને બહાદુરી ને સલામ.
Advertisements
1.નાનુ કવ્ય પણ સચોટ દ્શ્ય
કવ્ય બોલતુ અને વ્યથા મૌન
કાળ્ નુ તાન્ડ્વ બન્યુ કાળ મુખ
ભાશા ને શબ્દ બને મૌન
શૈલા,
તારી આ કવિતા ખુબ જ મનોમન્થન અને મનોવ્ય્થા વ્ય્ક્ત કરતુ માનસ ચિત્ર અને મૌન રહિ અન્તર રડાવતુ લાગ્યુ.
પ્ર્શાન્ત મુન્શા
માર્ચ ૧૮,૨૦૧૧
LikeLike