એમી-૬

અમારી નાનકડી નટખટ અને જમાદાર એમી ને તો તમે બધા ઓળખો જ છો. હોશિયારી ને ચપળતા મા બધાથી આગળ. રૂવાબમા પણ એટલી જ આગળ. એની હોશિયારી ને કારણ હવે સવારે સ્કુલ મા આવે એવી સીધી એ regular Pre K ના ક્લાસમા જાય અને ૧૨.૦૦ વાગે બપોરે અમારા ક્લાસમા (PPCD-pre primary children with disability) આવે. સવારે જ્યારે એ બીજા ક્લાસ સાથે હોય ત્યારે અમે જો એને ક્યાંક જતા આવતાં મળી જઈએ તો જાણે અમને ઓળખતી પણ ના હોય એમ બીજી તરફ મોઢું ફેરવી લે.
અહીં બળકો ને જ્ઞાન આપવા મટે જે સગવડ આપી શકાય એ બધી જ આપવાનો સરકાર પ્રયત્ન કરે અને એ માટે કરોડો ડોલર પણ ખર્ચે. ગયા વરસે અમારી નવી સ્કુલ બંધાઈ અને ઘણી નવી સગવડો પણ સાથે મળી. એમા દરેક ક્લાસમા મોટા પ્રોજેક્ટર જેવું સ્માર્ટ બોર્ડ હોય જે કોમ્પ્યુટર થી જોડાયેલું હોય. જ્યાં અમે બાળકો ને બધા બાળગીતો એમની બારાખડી વગેરે ઘણુ મોટા પડદા પર બતાડી શકીએ. એમા “હું કોણ છું” કરીને બાળકો માટે એક પ્રોગ્રામ છે, જ્યાં તમે તમારો ચહેરો, વાળ, કપડાં વગેરે પસંદ કરીને એક ચિત્ર તૈયાર કરો અને પછી બીજા ગીત વગેરે જે બતાડો એમા એ બાળક તમને દેખાય.
અમારા ક્લાસમાં બ્રેન્ડન કરીને ચાર વર્ષનો સરસ છોકરઓ છે. મા હમેશા માથે વાળ સાવ જ ઓછા રાખે. લગભગ ટકો-મુંડો જ લાગે. ગોરો મજાનો અને દેખાવમા ચાઈનીસ જેવો લાગે. એમીએ બ્રેન્ડન નુ ચિત્ર તૈયાર કર્યું હશે તે મને ખબર નહિ. બીજા દિવસે જ્યારે અમે સ્માર્ટ બોર્ડ ચાલુ કર્યું તો જાણે એમ જ લાગે કે બ્રેન્ડન પડદા પર છે. એવો સરસ એ છોકરો દેખાતો હતો. અમે એમી ને પૂછ્યું કે કેમ તારા બદલે બ્રેન્ડન નુ ચિત્ર બનાવ્યું તો કહે મને બ્રેન્ડન બહુ ગમે છે.
અમે એની નિર્દોષતા પર હસી પડ્યા.

શૈલા મુન્શા. તા ૦૩/૦૧/૨૦૧૧.

Posted in: રોજીંદા પ્રસંગો Edit ThisComments (0)

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s