મારો પરિચય

છ દાયકાની ફિલમની રીલ રિવાઈન્ડ કરતા બાળપણની પહેલી યાદ મામાના બંગલામાં નાનકડો રૂમ ચોપડીઓથી ભરેલો અને ઝગમગ, ચાંદામામા, રમકડું વગેરે બાળમાસિકોથી ઘેરાયેલી હું મારી જાતને આજે પણ તાદ્રુશ્ય કરી શકું છું. વાંચનનો શોખ બાળપણથી અને શાળમાં પણ વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઘણા ઈનામો મળ્યાનુ યાદ છે, પણ સાહિત્ય અને સારા વાંચનની ટેવ સાતમા ધોરણથી પડી જેને માટે મારા ગુજરાતી ના શિક્ષીકા ઈંદુબેન જવાબદાર છે. કનૈયાલા મુન્શી, રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ગોવર્ધન ત્રિપાઠી, વગેરે ના પુસ્તકોનુ વાંચન એમની દોરવણી હેઠળ થયું. ત્યારથી સાહિત્ય નો લગાવ લાગ્યો.

જન્મ મારો કલકત્તા પણ ઉછેર મુંબઈમા. સંસ્કારી માબાપ ના ત્રણ સંતાનમાં સહુથી મોટી. B.A. with Arts કરીને યુવાની ના સપના સાકાર કરૂં તે પહેલા માતા-પિતા ના અકાળ અવસાને જીવન બે દિશામાં ફંટાઈ ગયું. બહેન અને ભાઈ મોશાળ કલકત્તા ગયા અને મેં મારી મા જે શિક્ષીકા હતી એની જગ્યાએ શાળામા ગુજરતી ના શિક્ષક તરીકે નોકરી સ્વીકારી અને લગ્ન કરી મુંબઈમાં ઠરીઠામ થઈ. સારા નસીબે જીવનસાથી મળ્યો એવો જેને પણ સાહિત્યમા ઘણી રૂચી હતી અને મારો વ્યવસાય ગુજરાતી શીખવવાનો એટલે સાહિત્ય સાથે હમેશ સંબંધ રહ્યો, પણ લખવાની પહેલ તો અમેરિકા આવ્યા પછી થઈ. યુવાનીમા શાળા અને બે બાળકોની સંભાળ વચ્ચે સાહિત્ય સર્જન ક્યાંક દબાઈ ગયું હતું તે અહીં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતાની અસ્ખલિત વહેતી ગંગાનો સથવારો અને વિજયભાઈ જેવા પીઢ, અનુભવી લેખકના પ્રોત્સાહને મા સરસ્વતી નુ નામ લઈ લેખનની શરૂઆત કરી છે, અને તમ જેવા રસિક, જ્ઞાની વાચક વર્ગની દાદ વધુ લખવા ઉત્સાહ પ્રેરે છે.

અસ્તુ.

Advertisements
This entry was posted in Self introduction. Bookmark the permalink.

10 Responses to મારો પરિચય

 1. Darshana says:

  Very interesting………

  Like

 2. Pinki says:

  nice blog… !
  I see first time.. but like to read about ur school kids… 🙂

  Like

 3. Navin Banker says:

  You write very good. I think, Now, I will go through your all articles on this blog.

  Navin Banker

  .

  Like

 4. I read your article. Please visit my blog dineshpanchalblog.wordpress.com every day for my two very small articles. I hope you will like it. – Dinesh panchal

  Like

 5. Kalpana Desai says:

  ઉત્તમભાઈ જો તમારો પરિચય ના કરાવત તો હું એક અદ્ભૂત વ્યક્તિ વિશે અજાણ જ રહેત. અમેરિકામાં બાળશિક્ષણનો લેખ વાંચીને મન ક્યાંથી ક્યાં ફરી આવ્યું ને કેવાં બાળકોને મળી આવ્યું! ખરેખર, તમે ખૂબ જ સુંદર કામ કરો છો. શાબાશી ને સલામી જેવા શબ્દો પણ નાના લાગે એવું અદ્ભૂત કામ તમે અને તમારા જેવા લોકો કરે છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. તમારું લખાણ પણ કોઈ આડંબર વગરનું, સરળ અને હૃદયસ્પર્શી. આભાર.

  Like

 6. upendraroy Nanavati says:

  Shailaben,PRANAM Ane Ek Hathe Salam Ane Be Hathe Namaste !!!!!!!………For your creative journey and keeping your Love fro your Mother Tounge Gujarati!!……..Doing so nice service,taking care of such children,who have no control on their Muscles functions and mind not developed fully?U R amassing PUNYA and shall be rewarded by our kind bhagavan !!….U have mentioned here about Vijaybhai!!….is he the same Genntleman,who has written “NIvrti Ma Pravruti” in colloboration with Shri harikrishnabhai Majamudar?convey my regards to him.i have had distibuted to all public Libraris of Gujarat,his this book,which I referred here and all acknowledgement receipts were forwarded him for his perusal.These were almost more that 150 books……..My friend shri Shashikantbhai Nanavati’s daughter,she too is in Huston and writes and translate from English to Gujarati there?Remember me to her !!……..Shri kartik trivedi,pianist ,painter and the person who knows your past birth and tells U,but U listen with dropped Jaw ??Do remember me to him and i have complain about him,last time,visited India,but,did not bother to remember old friend and developed new friends?……sorry shailaben,all your stories are very touchy and as a human,I would like to contribute to such Autostic child’s institutuon,U know,kindly do recommend their web-site and your own institute too,if,they accept donation,kindly provide me details.God Bless U and your family and shall keep all these children and U in my Prayer !!…All the Best !!

  Like

 7. I read all your topics on school kids.All r very good & it echoes of kids & their circumstances.I also appricieteyour attitude with feelings. Wish you go ahead in your goal in the life. Our wishes r always stand by in good .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s