એમી – ૧

નાનકડી એમી ત્રણ વર્ષની પણ જાણે જમાદાર. હું elementary school મા PPCD class મા ભણાવું છું. મારા ક્લાસ મા ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. અત્યારે નવ બાળકો મા સાત છોકરાઓ અને બે છોકરીઓ છે. એ બધા પર એમીનો રૂવાબ ચાલે. જો એનુ ધાર્યું ન થાય તો ધમાલ મચાવી મુકે. લાલ રંગ એનો અતિ પ્રિય. ક્લાસમા બે લાલ ખુરશી અને બાકીની ભુરા રંગની. જો એને લાલ ખુરશી ન મળે તો જે બેઠું હોય એને ધક્કો મારી ને પણ એ ખુરશી પચાવી પાડે. રમતિયાળ અને હસમુખી પણ ગુસ્સે થાય તો મોં જોવા જેવું. અમારા ક્લાસમા એક છોકરી છે એશલી એનુ નામ. ભગવાને ચહેરો સુંદર આપ્યો છે પણ મગજ કામ કરતું નથી. એક મીનિટ પણ એક જગ્યાએ ન રહે, જે હાથમા આવે એ મોઢામા નાખવા જાય. અમારે એનુ ખાસ ધ્યાન રાખવું પડે.ક્લાસ મા અમે બે ટીચર હોવા છતાં કોઈવાર અઘરૂ પડે.ક્લાસ ના એક ખૂણા મા બેત્રણ નાના કબાટો મુકીને એવી જગ્યા બનાવી છે જ્યાં એશલી રમી શકે. હું અથવા મીસ મેરી એક ખુરશી લઈને ત્યાં બેસીએ અને એશલી નુ ધ્યાન રાખીએ. કોઈવાર બીજા બાળકો સાથે કામ કરતા હોઈએ અને થોડીવાર માટે એશલીને એકલી મુકવી પડે તો બ ત્રણ નાની ખુરશી એવી રીતે રાખીએ કે એશલી જલ્દી બહાર ના આવી જાય.
આજે એંમી જાણે મારી નકલ કરતી હોય તેમ ખુરશી પર બેસીને એશલીનુ ધ્યાન રાખી રહી. જેવો એશલીએ બહાર આવવાનો પ્રયત્ન કર્યો કે તરત ઊભી થઈને બે નાનકડી ખુરશી આગળ મુકી દીધી, એ જોઈને હું ને મીસ મેરીએટલું હસી પડ્યા કે આટલી નાનકડી એમીમા કેટલી ચતુરાઈ છે અને કેવી આપણી નકલ કરે છે.

શૈલા મુન્શા તા.૪/૮/૨૦૧૦

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s