છલકાય છે!

લાગણીના તાંતણા જ્યાં જોડાય છે,
સંબંધોમાં ત્યાં જ તો  સુવાસ ઉમેરાય છે.
હો પાસ કે દુર, કરી ક્યાં પરવા કદી!
યાદોના મણકા તો માળામાં પરોવાય છે.
જિંદગીની રમત કેવી હશે એ કોણ જાણે?
દુઃખની ઘડીમા સદા દોસ્તી પરખાય છે!
વિજ્ઞાનની હરણફાળ તો આંબે અવકાશને,
અંધશ્રધ્ધાના હવનકુંડે માસુમિયત વધેરાય છે! ,
છે ઘણી હિંમત કરી લઉં સામનો વિષમતાનો,
બસ, જખમ દિલના ક્યાં બધાને કહેવાય છે?
મળે જો રાહબર સાચો, બતાવે રાહ જીવવાનો!
હર પળ  બની ખુશીનો સાગર, છલકાય છે!

શૈલા મુન્શા  તા ૦૯/૧૬/૨૦૧૭

Advertisements